આજે સાંજે 6:30 વાગ્યાની આસપાસ આનંદ બંગલા ચોક નજીક આવેલ ભારત પેટ્રોલ પંપમાં ચાલતા ઇલેક્ટ્રિક કામને કારણે પેટ્રોલ પંપ પરાગ ભભૂકી ઊઠી હતી. બનાવને પગલે નજીકમાં જ રહેલ ફાયર સ્ટેશનમાંથી ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ કાબુમાં લીધી હતી. ફાયર ટીમ ઘટના સ્થળે સમયસર પહોંચી જતા મોટી દુર્ઘટના થતા સહેજમાં અટકી હતી.