તળાજા: તળાજા નજીક હિટ એન્ડ રનનો જીવલેણ અકસ્માત : અજાણ્યા વાહનની ટક્કરે વૃદ્ધનું મોત
તળાજા તાલુકામાં હિટ એન્ડ રનનો એક ગંભીર અકસ્માત સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર તળાજાના રહેવાસી જશુભા ઉર્ફે ઓધુભા ભીખુભા સરવૈયા પોતાના હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ પર નાના ઘાણા ગામેથી તળાજા પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવે પર સાકડાસર ગામના પાટિયા નજીક બંસીધર જીનીંગ સામે કોઈ અજાણ્યા વાહનચાલકે પુરઝડપે અને બેદરકારીપૂર્વક વાહન હંકારી તેમની મોટરસાયકલને ટક્કર મારી હતી. અકસ્માતમાં જશુભા સરવૈયાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘ