જાંબુઘોડા: જાંબુઘોડા પોલીસ દ્વારા ગુંદિવેરી ગામે ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાર્યક્રમ યોજાયો હતો
જાંબુઘોડા પોલીસ દ્વારા ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાર્યક્રમ ગુંદિવેરી ગામે આજે શનિવારના રોજ યોજાયો હતો.જાંબુઘોડા પોલીસ મથકના પીઆઈ એસ.બી.બુટીયાની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમા ગામ લોકો ધ્વારા સંકલન કરી લૂંટ,ચોરી,ટ્રાફિક અક્સ્માત કારકિર્દી માર્ગદર્શન મહિલા અત્યાચાર સહિતના પ્રશ્નો રજૂ થયા હતા.પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ અટકાવવા માટે આવેલા ફોન કોલ પર ઓટીપી ન આપવા પણ જણાવાયું હતું.