અંજાર: મોડેલ સ્કૂલ ખાતે યોજાયેલ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં વિદ્યાર્થીઓની પ્રતિભા અને સર્જનાત્મકતાનો અનોખો મેળાવડો જોવા મળ્યો
Anjar, Kutch | Nov 23, 2025 પ્રદર્શનનું ઉદ્ઘાટન અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં શહેરભરમાંથી આવેલ વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.પ્રદર્શન અંતે દરેક વિદ્યાર્થી અને શિક્ષકને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી હતી. સાથે જ વિભાગ મુજબ શ્રેષ્ઠ કૃતિઓને વેલસ્પન ફાઉન્ડેશન દ્વોરા શીલ્ડ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.