લખતર: લખતરમાં ગેથળા હનુમાનજી મંદિરે હજારો ભક્તો દર્શનાર્થે ઉમટયા
સુરેન્દ્રનગર જીલ્લામાં લખતર તાલુકાના ગેથળા હનુમાનજીની જગ્યા ઐતીહાસીક દ્રષ્ટીએ ઘણું મહત્વ ધરાવે છે. એમાંય કારતક માસના છેલ્લા શનિવારે આ સ્થળ પર માનવમહેરામણ હનુમાનજીના દર્શને ઉમટી પડતા હોય છે. કારતક માસના છેલ્લો શનિવાર હોવાથી વહેલી સવારથી દર્શનાર્થીઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. સાથે દર વર્ષના કારતક માસના છેલ્લા શનિવારે અહીં ખાસ લોકમેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.આ હનુમાનજી મહારાજની મુર્તિ ગાયના છાણ (ગોબર)માંથી બનેલી છે.