ફુલસર વિસ્તારમાં જુગાર રમતા છ ઈસમો ઝડપાયા
Bhavnagar City, Bhavnagar | Nov 13, 2025
ભાવનગર શહેરના ફુલસર ખારા વિસ્તારમાં બોરતળાવ પોલીસ સ્ટેશનની ટીમે રેઇડ કરીને જાહેર ખુલ્લી જગ્યામાં પૈસા અને પાનાં વતી હારજીતનો જુગાર રમતા ૬ વ્યક્તિઓને ઝડપ્યા છે.પોલીસે સ્થળ પરથી રૂ. ૧૦,૦૮૦ રોકડ રકમ તથા ૫૨ ગંજીપત્તાના પાના કબજે કર્યા છે. રેઇડ દરમિયાન એ.એસ.આઈ. ઓ.વી. ગોહિલ અને સર્વેલન્સ સ્ટાફની ટીમ હાજર રહી હતી. ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ જુગાર અધિનિયમની કલમ-૧૨ હેઠળ ગુનો નોંધાયો છે.