ભાભર: ભાભર ખાતે નવ નિયુક્ત કર્મચારીઓ અને વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ સાંસદ ગેનીબેન ઠાકોરની ઉપસ્થિતમાં યોજાયો
ભાભર ખાતે શ્રી સદારામ યુવા શિક્ષણ સમિતિ, ભાભર દ્વારા નવીન નોકરિયાત તથા વિદ્યાર્થીઓના સન્માન કાર્યક્રમ સાથે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.હતું પ્રસંગે નવનિયુક્ત યુવાનોને પ્રોત્સાહન અને સફળતા માટે શુભકામનાઓ સાંસદ ગેનીબેન ઠાકોર તેમજ મંત્રી સ્વરૂપજી ઠાકોરે આપી હતી પ્રસંગે તારક ઠાકોર ડૉ કનુભાઈ સોંલકી ખેડૂત કનવરજી વાઘણીયા વગેરે અગ્રણીઓએ તેમની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી કાર્યકર્મને સફળ બનાવવા શ્રી સદારામ યુવા શિક્ષણ સમિતિએ જહેમત ઉઠાવી