દાંતા: દર્શનાર્થે આવેલ યાત્રિકની સોનાની ચેન થઈ ચોરી, સઘન સુરક્ષામાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ ચોરને પકડી ચેન અપાવી પરત.
અંબાજી મંદિરમાં દર્શન સાથે આવેલ યાત્રિકની સોનાની ચેન થઈ ચોરી,સઘન સુરક્ષા કર્મીઓની સુંદર કામગીરી, ગણતરીના કલાકોમાં ચોરને પકડી મૂળ માલિકને સોનાની ચેન કરાઈ પરત.આજે સવારે દસ કલાક આસપાસ મળેલ વિગત પ્રમાણે.ગઈકાલે સાંજના સમયે અંબાજી ખાતે દર્શનાર્થે આવેલ યાત્રિક કે જે દર્શનની લાઈનમાં લાગ્યા હતા તે સમયે ચોરે ત્રણ તોલાની સોનાની ચેન ચોરી કરી ફરાર થયો હતો. ઘટના ને લઈ સઘન સુરક્ષાની ટીમને સતર્કતા દાખવી ચોરને પકડી પાડી સોનાની ચેન મૂળ માલિકને પરત આપવી હતી.