કુંભારવાડા વિસ્તારમાં ખુલ્લા ખારમાં કચરાના ઢગલામાં આગ લાગતા સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો #Jansamasya
Bhavnagar City, Bhavnagar | Sep 16, 2025
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આગની ઘટના બની હતી. જે બનાવ મામલે મળતી વિગતો અનુસાર કુંભારવાડા વિસ્તારમાં આવેલા ખુલ્લા ખાર વિસ્તારમાં અલંગના સામાનનો કચરો ઠલવવામાં આવે છે. જે કચરામાં અચાનક આગ ભભુકી ઉઠી હતી. આગની ઘટનામાં કચરામાં રહેલો અનેક સામાન આજુબાજુમાં રહેણાકી મકાન સુધી પહોંચ્યો હતો. ત્યારે આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો હતો. બનાવ અંગે ફાયર ને જાણ કરાતા ફાયર ઘટના સ્થળે પહોંચી આંખ પર કાબુ મેળવ્યો હતો.