દિલ્લીમાં આયોજિત રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં દાહોદ ના 2 યુવાઓ કુ. રાજવી કડિયા અને સૂરજ ચૌહાણનું "રાષ્ટ્રીય યુવા આઇકોન–પાથ બ્રેકર" તરીકે વિશેષ આમંત્રણ ખેલ અને યુવા મંત્રાલય, દિલ્લી દ્વારા આપવામાં આવ્યું હતું.આ સપૂર્ણ કાર્યક્રમમાં તેઓએ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, અવકાશયાત્રી શુભાંશુ શુકલા અને પ્રકાશ નાયર તથા વિવિધ કેબિનેટ મંત્રીઓ સાથે વિશિષ્ટ સંવાદમાં ભાગ લેવાનો વિશિષ્ટ અવસર પ્રાપ્ત થયો હતો.