દાંતા: અંબાજીમાં આજથી 108 કુંડી મહાયજ્ઞ અને શરદપૂર્ણિમા મહોત્સવ નો પ્રારંભ થયો
અંબાજી ખાતે આજથી દિવ્ય શરદ પૂર્ણિમા મહોત્સવ અને 108 કુંડી મહાયજ્ઞ નો શુભારંભ થયો છે અંબાજીની આજુબાજુ આદિવાસી વિસ્તારમાં ચાલતી ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિને અટકાવવાના ઉદ્દેશ્યથી અને વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતિની ભાવના સાથે આ મહોત્સવ નો પ્રારંભ થયો હતો આ મહોત્સવમાં આજથી અખંડ રામધૂન પણ ચાલશે જે સતત ત્રણ દિવસ ચાલશે આજના કાર્યક્રમની શરૂઆત જગતગુરુ વાસુદેવાચાર્ય મહારાજ કુબાજી દ્વારા દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા