ગોધરા: શહેર બી ડિવિઝન પોલીસે હમીરપુર રોડ પર મક્કી મસ્જિદ સામેના રહેણાંક મકાનમાંથી શંકાસ્પદ માંસનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે હમીરપુર રોડ પર મક્કી મસ્જિદ સામેના એક રહેણાંક મકાનમાંથી 46 કિલોગ્રામ શંકાસ્પદ માંસનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે બાતમીના આધારે 26 ઓક્ટોબરના રોજ છાપો મારી રૂ. 15,420 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સ્થળ પરથી સુગરાબીબી મોહમ્મદ હનીફ અબ્દુલમજીદ ચુરમલી નામની મહિલા મળી આવી હતી. પૂછપરછમાં ખુલ્યું કે મોહમ્મદ રશીદ હુસૈન અદા નામનો વ્યક્તિ બાઈક પર માંસ વેચાણ માટે આપી ગયો હતો. પોલીસે શંકાસ્પદ માંસ ગૌમાંસ હોવાની શક્યતા જણાતા તેને ત