વલ્લભીપુર: તાલુકાના જલાલપર ગામે અગમ્ય કારણોસર યુવતી કૂવામાં ખાબકી
આજે તારીખ 8 ઓક્ટોમ્બર 2025ના સવારે 8 કલાકે વલ્લભીપુર તાલુકાના જલાલપર ગામ નજીક વાડીમાં આવેલ 130 ફૂટ ઊંડા કૂવામાં પગ લપસતાં યુવતી કૂવામાં ખાબકી હતી, 18 વર્ષીય અનુબેન બેન દેવરાજભાઈ સોલંકી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. ગામના સરપંચ દીપક સોલંકી અને ગામ લોકો દ્વારા રેસક્યુ કામગીરી હાથ ધરાઈ હતી, સમગ્ર વિગતની જાણ તંત્રને થતાં વલ્લભીપુર મામલતદાર સહિત અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા, અને યુવતીની શોધખોળ હાથ ધરી હતી .