vnsgu દ્વારા હાલ લેવામાં આવી રહેલી બીકોમ સેમેસ્ટર ત્રણની ભારતીય જ્ઞાન પરંપરા વિષયના પ્રશ્નપત્રમાં છબરડા ની ઘટના સામે આવી છે.અભ્યાસ ક્રમ બહારના પ્રશ્નો પૂછાતા 15000 થી વધુ વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. કોલેજો દ્વારા વિદ્યાર્થીઓની ફરિયાદના પગલે રિપોર્ટ તૈયાર કરી vnsgu ને મોકલી આપ્યો છે.જ્યાં vnsgu દ્વારા બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇનિવેશન સમિતિ ની રચના કરવામાં આવી છે.પ્રશ્નપત્ર કાઢનાર અને વિધાર્થીઓ બંને ને સાંભળી નિર્ણય લેવામાં આવશે.