ઉના: સ્વ. ઉકાભાઈ વાજાની 26મી પુણ્યતિથિ પર પ્રાચીમાં શ્રદ્ધાંજલિ સભા યોજાઈ
ઉકાભાઈ વાજાની 26મી પુણ્યતિથિ નિમિત્તે પ્રાચી ખાતે શ્રદ્ધાંજલિ સભા યોજાઈ. તેમણે કોળી સમાજને સંગઠિત કરી એકતા અને પ્રગતિ માટે અમૂલ્ય યોગદાન આપ્યું હતું. આ સમારોહમાં સમાજના લોકો અને પૂર્વ ધારાસભ્ય પુંજા વંશ હાજર રહ્યા.