પલસાણા: ચલથાણ, તા 20
અણુવ્રત સમિતિ ચલથાણ દ્વારા "ડ્રગ-મુક્ત ભારત, સ્વદેશી અપનાવો" કાર્યક્રમનું આયોજન અંત્રોલી સ્કૂલમાં કરાયું.
Palsana, Surat | Sep 20, 2025 અંત્રોલી ખાતે આવેલી એસ. પી. શ્રીમાળી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે અણુવ્રત સમિતિ ચલથાણ દ્વારા "ડ્રગ-મુક્ત ભારત, સ્વદેશી અપનાવો" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી ગૌતમજીએ ડ્રગ-મુક્ત ભારતના મહત્વ અને નશાકારક પદાર્થોના વિનાશથી બચવાના ઉપાયો વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું. અણુવ્રત સમિતિના પ્રમુખ શ્રીમતી કાંતા નૌલખાએ ઉપસ્થિત તમામ મહેમાનોનું હાર્દિક સ્વાગત કર્યું અને ડ્રગ-મુક્ત ભારતની ઝુંબેશ વિશે વિસ્તૃત માહિતી આપી