પ્રાપ્ત માહિતી અનુસાર, આજે ઉમરપાડા તાલુકાના ધાણાવડ નજીક આવેલ કાટણવાડી ગામની હદના જંગલ| વિસ્તારમાં સ્થાનિકોએ ઝાડ પર લટકતી હાલતમાં બે મૃતદેહો જોયા હતા. એક જ ડાળી પર દુપટ્ટાના સહારે યુવક અને યુવતીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક દૃષિ્ટએ આ પ્રેમપ્રકરણમાં ઉઠાવેલું અંતિમ પગલું હોવાનું જણાઈ રહ્યું છે.