જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ચલથાણ પ્રાથમિક શાળા (પીએમ શ્રી ગુજરાત પ્રાથમિક શાળા) ખાતે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વાર્ષિક રમોત્સવ (સ્પોર્ટ્સ ડે)નું આયોજન શુક્રવારે ચલથાણ ક્રિકેટ મેદાનમાં કરાયું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન અંકુરભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે સરકાર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના શિક્ષણ તથા રમતગમત ક્ષેત્રે સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે અને જરૂરી સહકાર આપવામાં આવશે. રમોત્સવ દરમિયાન વ્યાયામ જ્યોતનુ સ્વાગત કરાયું