શહેરા તાલુકાના વાઘજીપુર ગામે રસ્તાની બંને બાજુ એ કેટલાક દબાણકર્તાઓ દ્વારા દુકાનો તેમજ લારી ગલ્લા જેવા કાચા પાકા દબાણો કરવામાં આવ્યા હોવાને લઈને માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ ગોધરા દ્વારા ૨૦૦ જેટલા દબાણકર્તાઓને દબાણો દૂર કરવા બાબતે નોટિસો આપવામાં આવી છે,જોકે જેતે દબાણકર્તાઓ દ્વારા સ્વૈચ્છિક દબાણો દૂર નહીં કરાય તો તંત્ર દ્વારા કાર્યવાહી કરાશે.