ભુજ: ભુજ ખાતે આમ આદમી પાર્ટીની સમીક્ષા બેઠક યોજાઈ
Bhuj, Kutch | May 10, 2026 ભુજ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા કાર્યકારી અધ્યક્ષ કૈલાસદાન ગઢવીના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સંગઠનને વધુ મજબૂત બનાવવાની દિશામાં ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારોએ સમાજલક્ષી કાર્યોને વધુ ગતિ આપવી, ગામડાં અને શહેર સ્તરે લોકો સાથે સતત સંપર્ક જાળવી રાખવો તેમજ જનહિતના મુદ્દાઓને પ્રાથમિકતા આપીને કાર્ય કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.