ભુજના ભૂતેશ્વર ફળિયામાં રહેતા સુલેમાન અબુબકર શેખની ચાર વર્ષની બાળકી તમરા આજે બપોરે ઘરના આંગણામાં રમી રહી હતી, ત્યારે તે રમતાં-રમતાં ઘરનાં આંગણામાંના પાણીના ટાંકામાં પડી ગઇ હતી. આ બાદ તમરાને ટાંકામાંથી કાઢી સારવાર અર્થે જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ અવાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. બી-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.