વિકસિત ભારત જી રામજી જનજાગરણ અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા તા. 27/01/2026 ના રોજ સાંજે ચાર વાગે નવા સર્કિટ હાઉસ ધોળકા ખાતે જિલ્લા કાર્યશાળા યોજાઈ હતી. જેમાં મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ શૈલેષભાઇ દાવડા, ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી, ધંધુકાના ધારાસભ્ય કાળુભાઇ ડાભી સહિતના ભાજપના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો હાજર રહ્યા હતા.