ધરમપુર: નાની ઢોલડુંગરી પાસેથી 70,000 કિંમતના લઈ જવાતા ખેરના લાકડા ભરેલો ટેમ્પો અને કાર વન વિભાગે ઝડપી પાડી
સોમવારના 5 કલાકે વન વિભાગ એ પ્રેસનોટ દ્વારા આપેલી વિગત મુજબ વન વિભાગની ટીમ નાની ઢોલ ડુંગરી ગામ પાસેથી ટેમ્પામાં લઈ જવાતા ખેરના લાકડા અને પાયલોટિંગ કરતી સ્વીફ્ટ કારને ઝડપી પાડી છે. પોલીસે કુલ 8 લાખ 70, 000રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે.