ગોધરા: શહેરમાં ફરી વરસાદ ની શરૂઆત થતા ખેડૂતો ની ચિંતામાં વધારો થયો.
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા સહિત આસપાસના વિસ્તારોમાં ફરી એકવાર કમોસમી વરસાદે દસ્તક દીધી છે. શિયાળાની શરૂઆતમાં અણધાર્યા વરસાદથી ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. તૈયાર પાકને નુકસાન થવાની ભીતિને કારણે ખેડૂતો પર આર્થિક સંકટ તોળાઈ રહ્યું છે. ગોધરા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદ શરૂ થયો છે