મોરબી: મોરબી તાલુકા પોલીસમાં નોંધાયેલ NDPSના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી મોરબી એસ.ઓ.જી. ટીમ....
Morvi, Morbi | Sep 21, 2025 મોરબી એસ.ઓ.જી. પોલીસ ટીમને ખાનગીરાહે બાતમી મળેલ કે મોરબી તાલુકા પોલીસ સ્ટેશમાં એન.ડી.પી.એસ. ના ગુન્હાનો આરોપી સાહિલરઝા સલીમભાઈ મુલ્લા રહે. વાંકાનેર વાળો મીલપ્લોટ વાંકાનેર ખાતે હોવાની બાતમી મળેલ હોય જે મળેલ બાતમીના આધારે બાતમીવાળા સ્થળે તપાસ કરતા આરોપી સાહિલઝા સલીમભાઈ મુલ્લા રહે. વાંકાનેર વાળો હાજર મળી આવતા આરોપીને હસ્તગત કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.