ભરૂચના હાંસોટ તાલુકાના આવેલા ઇલાવ ગામે ભાજપ દ્વારા સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યના જળસંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં જ મંત્રીમંડળમાં સ્થાન મળવા બદલ ગ્રામજનો દ્વારા તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. હાંસોટ જિલ્લા પંચાયત બેઠકના આ સ્નેહમિલન સમારોહમાં હાંસોટ તાલુકા ભાજપ પ્રમુખ અનંત પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ સંગીતા પટેલ, મહામંત્રી વિનોદ પટેલ સહિત હાજર રહ્યા હતા.