રાપર: રાપરના કલારા ડેમમાં નાહવા પડેલ યુવકનું મોત નિપજ્યું
Rapar, Kutch | Sep 21, 2025 મૂળ જાટાવાડા અને હાલે અયોધ્યાપુરીમાં રહેતા કિશોરભાઈનું રાપરના કલારા ડેમમાં કોઈ પણ પ્રકારે ડૂબી જવાથી મૃત્યું થયું હતું. હતભાગી નગરપાલિકાના હંગામી કર્મચારી તરીકે ફરજ બજાવતા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. આ બનાવના પગલે આપતકાલીન વિભાગની ટીમ બનાવસ્થળે ધસી ગઈ હતી. આ ટીમે મૃતદેહ બહાર કાઢવા સહિતની ગતિવિધિ હાથ ધરી હતી