પલસાણા: પલસાણા ચોકડી પાસે પરપ્રાંતિય શ્રમજીવીનું મોત, અજાણ્યો વાહન ચાલક ગાડી લઈ નાસી છૂટ્યો.
Palsana, Surat | Sep 22, 2025 પલસાણા ગામ ખાતે આવેલ ઓમ શિવમ હોસ્પિટલની સામે મુબંઈ થી અમદાવાદ જતા નેશનલ હાઈવે નંબર 48 ના સર્વિસ રોડ ઉપર કલાક ૦૮/૦૦ વાગ્યાના સુમારે એક અજાણ્યા વાહન ચાલકે ફરીયાદી સુશીલકુમાર ગોપાલપ્રસાદ શાહ, મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ રહે કલોલ અમદાવાદના પિતા ગોપાલપ્રસાદ શાહને ટક્કર મારી તેને માથાના ભાગે તથા મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોચાડી સ્થળ પર મોત નિપજાવી તેના કબ્જાનુ વાહન લઈ નાશી ગયાની ઘટના બની