નખત્રાણા તાલુકાના સાયરા અને યક્ષ ગામ વચ્ચે પાણી ભરેલી પાપડીમાં 55 વર્ષીય આધેડ વેલજી મમુ ગરવા ડૂબી ગયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટના ગત રાત્રે બની હતી. વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને ભુજ ફાયર વિભાગની ટીમ દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે, પરંતુ કલાકોની જહેમત બાદ પણ હજુ સુધી તેમનો પત્તો લાગ્યો નથી.