હિંમતનગર: ખેડબ્રહ્મા: જિલ્લામાં સૌથી વધુ ચોમાસાની સિઝનનો ખેડબ્રહ્મામાં 65 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો
ચોમાસાની શરૂઆતથી જ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા વડાલી ઈડર સહિતના પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. જેમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો.ત્યારે આજે સાંજે 4 વાગે જિલ્લા માહિતી ખાતા દ્વારા મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના આઠ તાલુકા પૈકી ખેડબ્રહ્મામાં સૌથી વધુ ચોમાસાની સિઝનનો કુલ 1646 મીમી એટલે કે 65 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાઈ ચુક્યો છે.