કડી: કડી ના મેડાઆદરજ ગામે ડમ્પરની ટક્કરે ગંભીર ઈજાઓ પહોંચેલ યુવક જિંદગીનો જંગ હાર્યો,7 દિવસ કોમોમાં રહ્યા બાદ મોત નિપજ્યું
Kadi, Mahesana | Nov 26, 2025 ગઈ તારીખ 19 નવેમ્બરના રોજ આદરજ ગામે રૂગવિદ ઠાકોર હાઈ વે રોડ ક્રોસ કરી રહ્યો હતો.તે દરમિયાન સેડફા તરફથી રોંગ સાઈડ થી પૂર ઝડપે આવી રહેલ ડમ્પર ચાલકે ટક્કર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી ત્યાંથી નાસી છૂટ્યો હતો.ઇજાગ્રસ્ત રૂગવીદ ને કડી ની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર સારુ દાખલ કરેલ બાદમાં માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચેલ હોય ત્યાંથી શીલજ ખાતે પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરેલ હતો 7 દિવસ કોમમાં રહ્યાં મોત નિપજતા પરિવારમાં શોક વ્યાપી જવા પામ્યો હતો.