કાલોલ: બરોલા ગામ નજીક આવેલ કુંકર વાગનર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં દુર્ઘટના સર્જાતા એક કામદારનું મોત નીપજ્યું
કાલોલ તાલુકાના બરોલા ગામ નજીક આવેલ કુંકર વાગનર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં દુર્ઘટના સર્જાતા એક કામદારનું મોત નીપજ્યું હતું. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બાકરોલ ગામના લલિત કુમાર નામનો કામદાર કંપનીમાં આવ્યો હતો કામ કરતાં સમયે સાંજે ક્રેનનો પટ્ટો તૂટી જતાં તે નીચે પટકાતા ઈજાગ્રસ્ત થતાં માથાના ભાગે ઈજાઓ પહોંચતા તાત્કાલિક તેને ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ હાલોલ રેફરલ હોસ્પિટલમાં લઇ જતાં હાજર ડોકટરે તપાસ કરતાં મૃત જાહેર કર્યો હતો.