વાવ તાલુકા પંચાયત કચેરી ખાતે વીસીઈ દ્વારા ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી કૃષિ સહાય પોર્ટલની તારીખ લંબાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી.સરકાર દ્વારા જાહેર કરાયેલ કૃષિ સહાય પોર્ટલ 11 નવેમ્બર 2025 થી 2 ડિસેમ્બર 2025 સુધી ખુલ્લુ રાખવામાં આવ્યું હતું.આ સમયગાળા દરમિયાન ગામડાના ખેડૂતોને ઓનલાઇન ફોર્મ ભરવામાં ભારે મુશ્કિલોનો સામનો કરવો પડ્યો હતો.