હાલોલ: હાલોલ રૂરલ પોલીસે મઘાસર ગામેથી વિદેશી દારૂના જથ્થો ઝડપી એક ઇસમ સામે નોંધ્યો ગુનો
હાલોલ રૂરલ પોલીસની ટીમે મઘાસર ગામે રહેતો જગદીશ રાઠોડ નાઓના ઘરેથી બાતમીના આધારે વિદેશી દારૂના 48 નંગ કવાટરીયા જેની કિ.8640 તેમજ બિયરના ટીન નંગ 18 જેની કિ.3600 મળી કુલ 12240 રૂ.નો પ્રોહીબીશનનો મુદામાલ ઝડપી પાડ્યો હતો જોકે રેડ દરમ્યાન જગદીશ ઘરે હાજર ન મળી આવતા પોલીસે તેની સામે પ્રોહીબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેની માહિતી તા.24 ઓક્ટોબર શુક્રવારના રોજ રાત્રે 8.10 કલાકે ઓનલાઇન FIR ના માધ્યમથી મળવા પામી હતી