ફરીયાદી જગદીશસિંહ જશુભા જાડેજાના જણાવ્યા પ્રમાણે તેમના કાર્યક્ષેત્રમાં આવતી પવનચક્કી પૈકી કુંભારીયા ગામે એસ.જી.ચારના યાર્ડ માંથી ૨૫૫ મીટર, ખેડોઈ ગામની સીમમાં આવેલ એસજી ૪૦ના યાર્ડમાંથી ૭૦૪ મીટર તથા મીંદીયાણામાં એસજી ૩૨ ના યાર્ડમાંથી કુલ્લ૧૮૭૯ મીટર કોપર કેબલ તથા કોપરની ચાર પ્લેટ બસ બાર તથા ટ્રાન્સફોર્મર, પાવર કન્ટ્રોલ પેનલમાં આવેલ કોપર વાઈડીંગ મળી કુલ ૮૦ હજારના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી. જેથી અંજાર પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.