ગોધરા: પંચમહાલ જિલ્લાના ઘોઘંબા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાના સ્વસ્થ નારી સશક્ત પરિવાર કાર્યક્રમનું આયોજન કરાયું
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો. આ અભિયાનનો દેશવ્યાપી શુભારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી કર્યો હતો, જેનું જીવંત પ્રસારણ પણ થયું. કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ ડૉ. જસવંતસિંહ પરમાર, ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, જાહેર આરોગ્ય સમિતિ અધ્યક્ષ ભારતીબેન પટેલ તથા જિલ્લા કલેક્ટર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.