દસાડા: દસાડા ટાઉન વિસ્તારમાં જૂની વાતના મનદુઃખ ના કારણે મહિલા અને યુવક પર છરીથી હુમલો : મહિલા ઇજાગ્રસ્ત
દસાડા પોલીસ મથકના ટાઉન વિસ્તારમાં પુત્ર અને માં શંખેશ્વર થી બાઇક લઈને પરત ફરી રહ્યા હોય તે અરસામાં દસાડા ગામની gps હાઈસ્કૂલ પાસે ભાવુભાઈ નામના વ્યક્તિએ પાછળથી બાઇક લઈને આવી અને સામું કેમ જોવે છે કહીને રકઝક કરી છરીથી હુમલો કર્યો હતો જે છરી મહિલાને આંગળીના ભાગે વાગી હતી જે બાદ ઢીંકા પાટુનો માર મારેલ જે બાદ મહિલા દ્વારા પ્રાથમિક સારવાર લઈને આ બાબતે મહિલા દ્વારા દસાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા ફરિયાદ ના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી.