પંચમહાલ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં નીકળ્યો હતો, ત્યારે પેટ્રોલિંગ દરમિયાન ગોધરા નજીક આવેલી પરવડી ચોકડી પાસેની પંચમહાલ ઑટો કન્સલ્ટન્ટ નામની એજન્સીમાં તા 7 જાન્યુઆરીના રોજ તપાસ હાથ ધરવામાં આવી હતી, આ દુકાનના સંચાલક જૂના વાહનોના ખરીદ વેચાણનું કામ કરતા હતા, જેઓ પાસે ખરીદ-વેચાણ અંગે નિભાવવાનું રજીસ્ટર માંગતા કોઈ રજીસ્ટર મળી આવ્યું ન હતું, આમ દુકાનદાર દ્વારા રજીસ્ટર ન નિભાવીને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરતા મળી આવ્યા હતા