ગલીયાણા ગામના વાઘેલા ફળિયામાં રહેતા દલિતોને ફળિયામાંથી જવા આવવાના રસ્તા બાબતે ફતેપુરા ગામના પાંચ શખ્સોએ અપમાનિત કરીને ગમે તેવી ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.તારાપુર પોલીસ મથકે પોલીસે પાંચ શખ્સો વિરુદ્ધ એટ્રોસિટી મુજબ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.જેમાં વિજયભાઈ કાળુભાઈ ગોહેલ,મહિપતસિંહ હરિભાઈ ગોહેલ, હરિભાઈ ભલુભાઈ ગોહેલ, કુલદીપભાઈ હરિભાઈ ગોહેલ,હરિભાઈ ચંદુભાઈ ગોહેલની વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધાયો છે.