હાલોલના દાવડા વિસ્તારમાં આજે બુધવારે વહેલી સવારે એક બાઇક ચાલક પતંગની દોરી થી ગંભીર ઇજાગ્રસ્ત બન્યા છે, દોરી બંને આંખની પાંપણોની ઉપર ભ્રમર ને ચીરી નાખતા તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે તેમને વડોદરા રીફર કરવામાં આવ્યા હતા.હાલોલ ના નંદસિટી વિસ્તારમાં રહેતા નગીનભાઈ વણકર આજે વહેલી સવારે ઘરેથી કંપની તરફ જતાં હતા તે દરમિયાન દાવડા વિસ્તારમાં અચાનક પતંગ નો દોરો આવી જતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા 25 જેટલા ટાંકા આવ્યા છે