તળાજા: તરસરા ગામેથી મળી આવેલ યુવતી ની લાશની ઓળખ થઈ
ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. બનાવ અંગે માહિતી મળતા પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને તળાવમાંથી બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા યુવતીની ઓળખ અંગે તપાસ હાથ ધરવામાં આવતા મૃતક યુવતી ગોરખી ગામની રહેવાસી વજીબેન ભાયાભાઈ ડોડિયા હોવાનું સામે આવ્યું હતું. પ્રાથમિક તપાસ દરમિયાન યુવતી માનસિક રીતે બીમાર હોવાનું પણ જાણવા મળ્યું છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે અને મોતનું