ભાવનગર: નારી ચોકડી નજીક દસ નાળા પાસે યુવાનની હત્યાં મામલે પોલીસે આરોપી શકશોને ઝડપી રીકન્ટ્રક્શન કરાયું
ભાવનગર શહેરના નારી ચોકડી, દસ નાળા નજીક યુવાન પર કાર ચડાવી હત્યા કરાયાની ઘટના બની હતી. જે ઘટના મામલે વરતેજ પોલીસ મથક દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાર્દિક નામના યુવાનની હત્યા કરવા મામલે પોલીસે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. સમગ્ર ઘટના મામલે પોલીસે ઝડપાયેલા શખ્સોને ઘટના સ્થળે લઈ જઈ રી કન્ટ્રક્શન કરાયું હતું.