લીંબડી ના બોરણા ગામે રહેતા કાંતાબેન પ્રફુલભાઇ ચાવડા એ લીંબડી પોલીસ સ્ટેશનમાં તા 3 જાન્યુ બપોરે 3 કલાકે ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે ઘર સામે ચાલવા નો રસ્તો કાઢી આપવા જેવી બાબતે બોલાચાલી કરી ઉશ્કેરાઈ જઈ ધક્કો મારી પાડી દઇ મુઢ ઇજાઓ પહોચાડતા બિપીન રામજી ચાવડા, અશોક ચાવડા, જશુબેન તથા ચંન્દ્રીકાબેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે