શહેરા સબ ડિવિઝન ૧ અને ૨ ના પાનમ-૨, મહેલાણ, ખોજલવાસા, બામરોલી, ઉંમરપુર, નાથુજીના મુવાડા અને ખોડિયાર ફીડરમાં આવતા વિવિધ ગામોમાં એમજીવીસીએલની ટીમો દ્વારા પોલીસને સાથે વિજ ચેકીંગ હાથ ધરાતા ૧૩૧ જેટલા વિજ જોડાણોમાં વિજ ચોરી જેવી ગેરરીતિ સામે આવતા અંદાજિત રૂ.૨૪.૬૪ લાખની વિજ ચોરી પકડી પાડવામાં આવી હતી.