ગાંધીધામ બી ડિવિઝન પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ ગુનાહિત ઇતિહાસ ધરાવતા કિડાણામાં રહેતા આરોપી કાસમ ચાવડા વિરુદ્ધ બી ડીવીઝન પોલીસ મથકે ગુનાઓ નોંધાયેલા હતા આરોપીએ પોતાના ફાયદા માટે કિડાણા મુસ્લિમ સમાજના સ્મશાન સામે પોતાના ઘરના પાસે જાહેર રોડ સાઈડ પર ગેરકાયદેસર રીતે 180 ચોરસ ફુટ 20 વારમાં દિવાલ બનાવી ગેરકાયદેસર દબાણ કરી કબજો કર્યો હતો. આજરોજ આરોપીએ સ્વેચ્છાએ દબાણ દૂર કરેલ છે જેની બજાર કિંમત આશરે બે લાખ આંકવામાં આવી છે.