પલસાણા તાલુકાના દસ્તાન રેસીડેન્સીમાં NCBના કેન્દ્ર સરકારના અધિકારીઓએ દરોડો પાડી મકાન નંબર 397માંથી ત્રણ આરોપીઓને શંકાસ્પદ માદક પદાર્થ સાથે ઝડપી લીધા છે. NCB અધિકારીઓ આરોપીઓનો બેંગલોરથી પીછો કરી રહ્યા હતા. આરોપીઓ કર્ણાટક પાસિંગની ફોરચુનાર કારમાં શંકાસ્પદ પદાર્થ લાવી રહ્યા હતા, જેને NCBએ જપ્ત કરી છે. પ્રાથમિક માહિતી મુજબ પકડાયેલા આરોપીઓ લોરેન્સ બિશ્નોઇ ગેંગ સાથે સંકળાયેલા હોવાની શંકા છે. સમગ્ર મામલે NCB દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.