શહેરા: મોરા ગ્રામ પંચાયતના વોર્ડ નં.૫ થી ૧૦ ના રહીશો દ્વારા મુવાડા અને મોરી ગ્રામ પંચાયતનું વિભાજન કરવા ટીડીઓને રજૂઆત કરાઈ
મોરવાહડફ તાલુકાની મોરા ગ્રામ પંચાયતના છ વોર્ડના રહીશો દ્વારા પંચાયતનું વિભાજન કરવા માટે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી,જેમાં મોરા ગ્રામ પંચાયતમાં આવેલ અંદાજીત ૧૬૮૫ વસ્તી ધરાવતા વોર્ડ નંબર ૫,૬ અને ૭ ના રહીશોએ મોરી પંચાયતનું વિભાજન કરવા અને અંદાજીત ૧૬૫૬ ની વસ્તી ધરાવતા વોર્ડ નંબર ૮,૯ અને ૧૦ ના રહીશોએ મુવાડા પંચાયતનું વિભાજન કરવાની માંગ સાથે રજૂઆત કરી હતી.