વધારાની બસ ફાળવવા મામલે ST બસ સ્ટેન્ડ ખાતે વિદ્યાર્થીઓએ હોબાળો કરી રજુઆત કરાઈ #Jansamasya
Bhavnagar City, Bhavnagar | Sep 16, 2025
ભાવનગરના મુખ્ય ST બસ સ્ટેન્ડ ખાતે આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ એકઠા થઈને હોબાળો મચાવ્યો હતો. આશરે 300થી વધુ વિદ્યાર્થીઓએ મીઠીવીરડી, હાથબ, લાખણકા અને અન્ય ગ્રામ્ય વિસ્તારોના રૂટ પર વધારાની બસો ફાળવવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે, ST વિભાગ દ્વારા નિયમિત બસો જ ચલાવવામાં આવતા હોવાથી તેમને કોલેજ અને ઘર સુધી પહોંચવામાં ભારે મુશ્કેલી પડે છે. જે અંગે રજુઆત કરાઈ હતી.