સોમવારની સમી સાંજે સુરતમાં તૂટી પડેલા ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો પ્રભાવિત થયા હતા. સર્વિસ રસ્તાઓ પણ વરસાદી પાણીમાં ગરકાવ થતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી પડી હતી. જે પૈકી વરાછાને કતારગામ વિસ્તારમાં રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળવાના કારણે લોકોના વાહનો પણ બંધ પડી ગયા હતા. જ્યાં વરસાદે વિરામ લેતા લોકોએ રાહત અનુભવી હતી. જોકે સુરતમાં સોમવારની સમી સાંજે પડેલા કમોસમી માવઠાના કારણે સમગ્ર વાતાવરણ ઠંડકમય બની ગયું હતું.