*ધંધુકા તાલુકાના રંગપુર ગામમાં ગટર કામમાં ભ્રષ્ટાચાર જવાબ ન મળતા મુદ્દે 25 જાન્યુઆરીથી અચોક્કસ મુદતના ઉપવાસ આંદોલનની ચીમકી.* અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના રંગપુર ગામ ખાતે અંડરગ્રાઉન્ડ ગટર કામમાં થયેલ ભ્રષ્ટાચાર અને ગેરરીતી બાબતે અગાઉ કરવામાં આવેલી અરજીનો આજદિન સુધી કોઈ યોગ્ય નિકાલ ન થતા ભારે રોષ વ્યાપ્યો છે. આ અંગે આશરે પાંચ મહિના અગાઉ અરજી નંબર–1 કરવામાં આવી હતી, પરંતુ તેની યોગ્ય તપાસ કે સંતોષકારક જવાબ મળ્યો નથી.